‘હું દુનિયાનો સૌથી ગૌરવશાળી પતિ’

Saturday 24th April 2021 05:17 EDT
 
 

દીપિકા પદુકોણની એક વેબસાઇટની નોટ્સમાં પતિ રણવીરસિંહે તેની જીવનસંગિનીના આંતરિક ગુણોની વાત કરતી એક સુંદર નોટ્સ લખી છે. જેમાં રણવીરે દીપિકા સાથેના લગ્ન બાદ તે વિશ્નો ગૌરવશાળી પતિ હોવાની વાત જણાવી છે. આ સાથે જ તેણે દીપિકાના વિવિધ ગુણો કે જે તેને અલગ ઓળખ આપે છે તે વિશે પણ લખ્યું હતું. દીપિકા વિશેની આ નોટ્સ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. રણવીરે લખ્યું છેઃ ‘દીપિકા એ મારી જિંદગીમાં મને મળેલી સૌથી આકર્ષક વ્યક્તિ છે અને આ હું એટલે નથી બોલી રહ્યો કે દીપિકા મારી પત્ની છે. દીપિકાએ પોતાની અંદર એક બ્રહ્માંડનું સર્જન કર્યું છે. જેમાં પ્રેમ, કરુણા, દયા, બુદ્ધિ, સુંદરતા, ગ્રેસ અને સહાનુભૂતિને કેળવ્યા છે. આ ગુણો તેને એક સાચી અને પ્રમાણિક કલાકાર બનાવે છે. તે વિશ્વની શ્રેષ્ઠ અભિનેત્રી પૈકી એક છે. તે એક વિશેષ વ્યક્તિત્વ છે, જે મહાનતા માટે જન્મી છે. હું વિશ્વનો ગૌરવશાળી પતિ છું.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter