17 વર્ષ બાદ... અક્ષય - પ્રિયંકાનો રોમેન્ટિક વીડિયો!

Wednesday 14th September 2022 06:36 EDT
 
 

અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાનો રોમેન્ટિક વીડિયો 17 વર્ષ બાદ રિલીઝ થયો છે. 2005માં અક્ષય અને પ્રિયંકાએ બરસાત ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. અક્ષય - પ્રિયંકાની જોડીને ઐતરાઝ, મુજસે શાદી કરોગી, વક્ત જેવી હિટ ફિલ્મો અગાઉ આપી હતી. આથી મેકર્સ આ જોડીને રીપિટ કરવા માગતા હતા, જોકે તેમની ઓનલાઇન કેમિસ્ટ્રી સક્સેસ રહ્યા બાદ રીયલ લાઇફ રોમાન્સની વાતો વાઇરલ બની હતી. ટ્વિન્કલ ખન્ના પોતે પણ અક્ષય-પ્રિયંકાની જોડીના લીધે નારાજ હતી અને તેથી ટ્વિન્કલને ખુશ રાખવા અક્ષયે બરસાતને અધવચ્ચે પડતી મૂકી હતી. બાદમાં બોબી દેઓલ સાથે આ ફિલ્મનું શૂટિંગ થયું હતું.
અક્ષય અને પ્રિયંકાએ છેલ્લે વક્ત ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. 2005ના વર્ષમાં બરસાત ફિલ્મ માટે તેમણે રોમેન્ટિક વીડિયો શૂટ કરાવ્યો હતો. અક્ષયની વિદાય બાદ બોબી દેઓલ સાથે ફરી ફિલ્મનું શુટિંગ શરૂ થયું હતું. રિલીઝ બાદ ‘બરસાત કે દિન આએ...’ સોંગ ખૂબ પોપ્યુલર સાબિત થયું હતું. અક્ષય કુમારે ફિલ્મના ટાઇટલ સોંગ ઉપરાંત અન્ય કેટલાક ભાગનું શુટિંગ પણ કર્યું હતું. જોકે પ્રિયંકા સાથે રિલેશન્સની અટક્ળો વચ્ચે ટ્વિન્કલ ખન્નાએ અક્ષયને ફિલ્મ છોડવા ફરજ પાડી હતી. આ ઘટના બાદ અક્ષય અને પ્રિયંકા ક્યારેય સ્ક્રિન પર સાથે દેખાયા નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter