અમજદ ખાનના ભાઇ ઇમ્તિયાઝનું નિધન

Wednesday 25th March 2020 10:15 EDT
 
 

એક્ટર અમજદ ખાનના ભાઈ ઈમ્તિયાઝ ખાનનું ૭૭ વર્ષની વયે નિધન થયું છે. ‘યાદોં કી બારાત’ અને ‘ધર્માત્મા’ જેવી ફિલ્મમાં યાદગાર અભિયન આપનાર ઈમ્તિયાઝ ખાનને ૧૬મી માર્ચે હાર્ટ એટેક આવી જતાં તેઓ આ દુનિયાને અલવિદા કરી ગયા છે. એક્ટર જયંતના પુત્ર ઈમ્તિયાઝ તેમનાં પત્ની કૃતિકા દેસાઈ અને પુત્રી આયેશા ખાનને વિલાપ કરી મૂકી ગયા છે. ઈમ્તિયાઝને તેમના ભાઈ અમજદ જેવી પ્રસિદ્ધિ મળી નહોતી, પરંતુ અનેક ફિલ્મોમાં વિલનના રોલમાં તે દેખાયા હતા. તેઓએ ટીવી સિરિયલ્સ અને ગુજરાતી સ્ટેજનાં નામી કલાકાર કૃતિકા દેસાઈ સાથે લગ્ન કર્યાં હતાં. કૃતિકા ઈમ્તિયાઝ કરતાં ૨૫ વર્ષ નાના છે. બંનેનાં ધર્મ અને ખાણી-પીણીની ટેવ અલગ હોવા છતાં તેમનાં સંબંધમાં ક્યારેય આ બાબતો અવરોધરૂપ બની નહોતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter