આપણા કલા સાધકો: જાણીતા ગાયક કલાકાર રોકી

- કમલ રાવ Tuesday 13th March 2018 12:20 EDT
 
 

વડોદરામાં જન્મેલા અને ૧૯૮૬માં ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરનાર તેમજ પોતાના મનમોહક અવાજથી બ્રિટનના એશિયન સમુદાયને ઘેલું લગાડનાર રોકી વર્સેટાઇલ સિંગર છે. ૧૯૯૬માં ગાયક કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરનાર રોકી અત્યાર સુધીમાં બોલીવુડના વિખ્યાત સિંગર્સ અમિત કુમાર, મોહમ્મદ અઝીઝ, બપ્પી લહેરી, શબ્બીર કુમાર, સુદેશ ભોંસલે, હંસ રાજ હંસ, અનુરાધા પૌડવાલ, ઉષા મંગેશકર તેમજ જાણીતા ગુજરાતી કલાકારો સાથે ગીત સંગીતના કાર્યક્રમો રજૂ કરી ચૂક્યા છે.

રોકી વિખ્યાત ફિલ્મ કલાકારો સલમાન ખાન, તબ્બુ, ઉર્મિલા મતોંડકર, અક્ષય ખન્ના, રીના રોય, રોનીત રોય, વર્ષા ઉસગાંવકર, સંગીતા બિજલાણી, સોનુ વાલીયા, શિલ્પા શેટ્ટી સહિત વિવધ કલાકારો સાથે સ્ટેજ શો કરી ચૂક્યા છે.

રોકીના મનપસંદ મ્યુઝીક ડાયરેક્ટર આર.ડી. બર્મન છે અને તેમના પ્રિય ગાયક કિશોર કુમાર છે. રોકી જુના-નવા ગીતો, કવ્વાલી, ગઝલ, સુફી ગીતો, રાસગરબા અને પંજાબી ગીતો ખૂબજ દિલથી ગાય છે. રોકી ૧૯૯૭થી યુકેમાં પરિવાર સાથે વસે છે અને તેમના બોલીવુડ હિટ્સ મીક્સ, મુસાફીર હું યારો, સુનો સિતમગર આલ્બમ હીટ થયા હતા. સંપર્ક: રોકી 07946 703 900.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter