આલિયાનો નવો બફાટઃ કરિના બોલિવૂડની મમ્મી

Friday 24th March 2017 08:52 EDT
 
 

મુંબઈઃ ફિલ્મમેકર મહેશ ભટ્ટની લાડકી પુત્રી અભિનેત્રી આલિયા ભટ્ટ ક્યાંય પણ બફાટ કરવા માટે જાણીતી છે. બોલિવૂડમાં સુપરકુલ ગણાતી કરિના કપૂર આ વખતે આલિયાના બફાટની શિકાર બની છે. કરિના આલિયા પર ભડકી પણ હતી. જોકે પછીથી ભટ્ટ સુપુત્રીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. એક સિને એવોર્ડમાં કરિના કપૂરે આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપ્યો હતો ત્યારે આલિયાએ કરિનાનો આભાર માનતા કહ્યું હતું કે, કરિનાને હું મારી પ્રેરણા માનતી આવી છું. તેણે કરિનાને બોલિવૂડની 'સુપરસ્ટાર મમ્મી' કહી હતી. આલિયાની આ વાતથી કરિના નારાજ થઇ હતી. તેણે કહ્યું હતું કે, હું બોલિવૂડની માતા તરીકે ઓળખાઉં એટલી વૃદ્ધ નથી થઇ ગઇ. કરિના કપૂરની નારાજગી આલિયા સમજી ગઇ હતી અને તેણે જોકે તરત જ માફી માગતા કહ્યું હતું કે, મારો મતલબ એવો નહોતો. હું તો એમ કહી રહી હતી કે તમે હવે મમ્મી બની ગયાં છતાં સુપરસ્ટાર છો.

આલિયાએ વધુમાં કહ્યું હતું કે, કરિના પહેલાં પણ સુપરસ્ટાર હતી અને હવે એક બાળકની માતા બની ગઇ હોવા છતાં તેના સ્ટારડમમાં કોઇ ફરક પડયો નથી.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter