ઈશા ગુપ્તા- હાર્દિક પંડ્યાઃ હમ જુદા હો ગયે?

Friday 30th November 2018 06:02 EST
 
 

મુંબઈઃ ક્રિકેટરો અને અભિનેત્રીઓનાં પ્રેમસંબંધનો સિલસિલો વર્ષો જૂનો છે. જોકે કેટલા પ્રેમસંબંધો લગ્નમંડપ સુધી પહોંચ્યા એની ગણતરી આંગળીના વેઢે કરી શકાય! અભિનેત્રી ઈશા ગુપ્તા અને ક્રિકેટર હાર્દિક પંડ્યા વચ્ચે પણ ઈલુઈલુ હોવાની ચર્ચા ચાલતી રહેતી હતી, પરંતુ ઈશાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર એક એવી પોસ્ટ મૂકી છે જેનાથી તેમના વચ્ચે બ્રેકઅપ થયાના અણસાર આવે છે. 

ઈશાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ખરાબ સમાચાર છે. તમે લોકોને જબરદસ્તી પ્રેમ ઉત્પન્ન કરાવી શકો નહીં. જબરજસ્તી ન તો પ્રેમ થાય છે ન કોઈ તમને પ્રેમ કરે છે. તમે લોકોને તમારા વશમાં રાખી શકો નહીં, પરંતુ સારી ખબર એ પણ છે કે એનાથી કોઈ ફરક પડતો નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter