ઉર્વશી રાઉતલાએ કોરોના જંગમાં રૂ. પાંચ કરોડની સહાય કરી

Friday 22nd May 2020 15:46 EDT
 
 

મુંબઈ: અભિનેત્રી ઉર્વશી રાઉતલાએ કોવિડ ૧૯ના જંગ સામે લડવા માટે રૂ. પાંચ કરોડની સહાય જાહેર કરી છે. તેણે જણાવ્યું હતું કે, આ મહામારીના જંગ સામે લડવા માટે દરેક વ્યક્તિએ જોડાવું પડશે. ઓછામાં ઓછી રકમનું દાન પણ મહત્ત્વનું ગણાશે. ઉર્વીશીએ ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પરથી જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે મેં મારા પ્રશંસકો માટે વર્ચ્યુઅલ ડાન્સ ક્લાસનું આયોજન કર્યું હતું. આ સેશન સદંતર મફત હતું. વજન ઘટાડવા તેમજ ડાન્સ શીખવાની ઇચ્છા રાખનારાઓએ આમાં હિસ્સો લીધો હતો. આ માસ્ટરક્લાસ ટિકટોક દ્વારા કરાયુંહતું. જેમાં ૧૮ મિલિયન લોકો જોડાયા હતા અને મેં આ બદલ રૂ. પાંચ કરોડ મેળળ્યા હતા જે ડોનેશનમાં આપી દીધા.
આ પ્રકોપ સામેના જંગમાં મદદ કરનારાઓ જેવા કે રાજકારણીઓ, કલાકારો, સંગીતકારો, પ્રોફેશનલ એથલેટ્સ તેમજ સામાન્ય માણસો જે રીતે મદદ કરી રહ્યાં છે તેમના દરેક માટે મને આદર છે. આપણી નાનકડી મદદ પણ આ મહામારીના જંગ સામે લડવા માટે મહત્ત્વની છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter