એડવર્લ્ડમાં છવાયેલો અક્ષયકુમાર

Wednesday 05th June 2019 08:08 EDT
 
 

અક્ષયકુમારની તાજેતરની મોટાભાગની ફિલ્મો તો બોક્સ ઓફિસ પર સફળ થઈ જ રહી છે, પણ આ સાથે વિજ્ઞાપનની દુનિયાનો પણ ખેલાડી છે. તાજા રિપોર્ટ્સ અનુસાર રૂ. ૧૦૦ કરોડના વિજ્ઞાપનો સાથે અક્ષયકુમાર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં સૌથી વધુ આગળ છે. શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પ્રથમ પાંચમાં પણ સ્થાન મેળવી શક્યા નથી. અક્ષય બાદ આ યાદીમાં બીજા ક્રમે રણવીર સિંહ આવે છે. રણવીરની જાહેરાતોનું કુલ મૂલ્ય રૂ. ૮૪ કરોડ જેટલું થાય છે. રણવીર પછી દીપિકા પદુકોણ ત્રીજા નંબરે છે અને રૂ. ૭૫ કરોડની કુલ કમાણી તેણે એડવર્લ્ડમાંથી મેળવી છે.
અમિતાભ બચ્ચન આ વયે પણ રૂ. ૭૨ કરોડની કમાણી સાથે ચોથા નંબરે છે અને આલિયા ભટ્ટ રૂ. ૬૮ કરોડની કમાણી સાથે પાંચમા નંબરે છે. શાહરુખ ખાન છઠ્ઠા નંબરે રૂ. ૫૬ કરોડની ડીલ સાથે છે. વરુણ ધવન સાતમા નંબરે રૂ. ૪૮ કરોડ અને સલમાને આઠમા નંબરે કુલ રૂ. ૪૦ કરોડ મેળવ્યા છે. કરીના નવમા નંબરે છે અને એડમાંથી તેણે કુલ રૂ. ૩૨ કરોડની કમાણી કરી છે અને કેટરિના કૈફ કુલ રૂ. ૩૦ કરોડ સાથે દસમા નંબરે છે. સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ વેલ્યુ ૨૦૧૭માં રૂ. ૭૯૭ કરોડ હતી જે ૨૦૧૮માં વધીને રૂ. ૯૯૫ કરોડ થઈ ગઈ છે. જેમાં સૌથી વધારે કમાણી અક્ષયકુમારે કરી છે. અક્ષયે ૨૦૧૮માં રૂ. ૧૦૦ કરોડના એડવર્ટ એન્ડોર્સ કર્યાં છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter