કંગના રનૌતે યોગગુરુને રૂ. ૨ કરોડનો ફ્લેટ ગુરુદક્ષિણામાં આપી દીધો

Friday 23rd June 2017 08:53 EDT
 
 

મુંબઈઃ કંગના રનૌતે પોતાના યોગગુરુને ગુરુદક્ષિણામાં રૂં ૨ કરોડનો ફ્લેટ ભેટ આપ્યો છે. એટલું જ નહીં ફ્લેટની મોટી બાલકનીમાં યોગ સેન્ટર ખોલવા માટે પણ મદદ કરવાની છે. કંગનાએ બોલિવૂડમાં કારકિર્દી શરૂ કરી તે પહેલાં જ તેની મુલાકાત યોગ અને જિમનેશિયમાં નિપુણ વ્યક્તિ સાથે થઇ હતી. કંગના તેની આવડતથી પ્રભાવિત થઈ હતી. તેણે આ વ્યક્તિને પોતાનો ગુરુ બનાવી દીધો અને ત્યારથી તે આજ સુધી તે આ વ્યક્તિ પાસે જ યોગ અને વિવિધ કસરતો શીખી રહી છે. હવે કંગનાએ આ યોગગુરુને દક્ષિણામાં રૂ. ૨ કરોડનો ફ્લેટ ગિફ્ટ આપ્યો છે આ ફ્લેટની ભવ્ય બાલ્કનીમાં યોગા ક્લાસિસ ખોલવા માટે પણ કંગના તેમને મદદ કરશે. કંગનાની દરેક પરિસ્થિતિમાં આ યોગગુરુએ તેનો સાથ આપ્યો છે અને બદલામાં કદી કોઇ આશા રાખી નહોતી. તેથી કંગનાએ પોતાના ગુરુને આ રીતે મદદ કરી રહી છે. જેમાં પર્સનલ લોકરથી લઇ સ્વાસ્થ્ય સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કંગના પોતે પણ રૂ. ૨ કરોડના ફ્લેટમાં રહે છે. આ પેલા તેણે પોતાની બહેનને પણ લગ્નની ભેટ તરીકે ૨ બીએચકે ફ્લેટ ગિફ્ટમાં આપ્યો હતો.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter