ડ્રગકૌભાંડમાં મમતા-વિકીને બિનજામીનપાત્ર વોરંટ

Thursday 30th March 2017 06:41 EDT
 
 

થાણેઃ સ્પેશ્યલ કોર્ટે રૂ. ૨,૫૦૦ કરોડના મેથાફેટામાઇન ડ્રગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના કથિત પતિ ઇન્ટરનેશનલ ડ્રગ માફિયા વિજયગીરી ઉર્ફે વિકી ગોસ્વામી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડયું છે. સ્પેશ્યલ કોર્ટે સોમવારે આ બંને માટે નોનબેલેબલ વોરંટ જારી કર્યું હતું. વોરંટ બહાર પાડવામાં આવતાં આ કેસના તપાસકર્તાઓના પ્રયત્નોને આખરે સફળતા મળી છે. તપાસકર્તાઓએ એવો દાવો કર્યો છે કે તેમની પાસે મમતા અને વિકી આ બંને વિરુદ્ધ નક્કર પુરાવા છે જેના આધારે બંને વિરુદ્ધ ચાર્જશીટ પણ તેઓ દાખલ કરવા માગે છે. જોકે ડ્રગ કેસમાં આ બંનેનું નામ સંડોવાયું ત્યારથી આ બંને ગાયબ છે. તેથી બંનેને ફરાર જાહેર કરાયા છે તેવું ભારતીય પોલીસે જણાવ્યું છે.

બંને મુખ્ય સૂત્રધાર

આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ કરતાં આરોપીએ જણાવ્યું કે ગોસ્વામી અને કુલકર્ણી મુખ્ય સૂત્રધાર છે. બંનેએ ડ્રગ્સ બનાવવા-તેની હેરાફેરી માટેનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે. એફેડ્રાઇન ડ્રગ બનાવવા માટેનો કાચો માલ ભારતથી લાવવાથી માંડીને કેન્યામાં મેથાફેટામાઇન તૈયાર કરવા અને તેને બહાર મોકલવા માટેની બધી વ્યવસ્થા આ બંનેએ કરી હોવાનું આરોપીએ તપાસકર્તાઓને જણાવ્યું હતું.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી