દિગ્દર્શક જે. ઓમ પ્રકાશનું અવસાન

Wednesday 14th August 2019 09:02 EDT
 
 

હૃતિક રોશનના નાના જે. ઓમ પ્રકાશનું સાતમી ઓગસ્ટે ૯૨ વરસની વયે નિધન થયું છે. તેમણે મુંબઇના નિવાસસ્થાને જ અંતિમ શ્વાસ લીધા હતા.  જે. ઓમ પ્રકાશે રાજેશ ખન્નાની સુપર હિટ ફિલ્મ ‘આપ કી કસમ’, ‘આખિર ક્યોં?’, જિતેન્દ્રની ‘અર્પણ’ તથા ‘આદમી ખિલૌના હૈ’ વગેરેનું દિગ્દર્શન કર્યું હતું. તો ‘આસ કા પંછી’ અને ‘આદમી ખિલૌના હૈ’ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. તેમની અંતિમ ક્રિયા મુંબઇના વિલેપાર્લાના પવન હંસમાં કરવામાં આવી હતી. હૃતિક તેના નાનાજીને ‘સુપર ટીચર’ માનતો હતો. તેણે હાલમાં જ ટ્વિટ કરીને નાનાજીનો તેની કારકિર્દીમાં મહત્ત્વનો હાથ હોવાનું જણાવ્યું હતું. જે. ઓમ પ્રકાશ મર્સિડિઝ બેન્ઝના શોખીન હોવાથી હૃતિકે પોતાના ઘરે બોલાવીને તેમને એ કાર ભેટમાં આપી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter