પાંચ ફિલ્મ અને મ્યુઝિક કંપનીઓ પર ઇડીના દરોડા:

Thursday 09th November 2017 07:18 EST
 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશની જાણીતી મ્યુઝિક કંપનીઓ – સોની, સારે ગામા, ટી સિરીઝ, યશરાજ ફિલ્મ્સ, યુનિવર્સલ મ્યુઝિક કંપની પર દરોડા પાડ્યા હતા. આ મ્યુઝિક કંપનીઓ શેલ કંપનીઓ મારફતે મની લોન્ડરિંગ કરી રહી હોવાનો આક્ષેપ કરાય છે. ૨૦૧૫માં ઇન્ડિયન પરફોર્મિંગ રાઈટ સોસાયટી અને ફોનોગ્રાફીક પરફોર્મન્સ લિમિટેડ સામે થયેલા કેસ સંબંધમાં આ દરોડા પાડ્યા છે. ચાલુ વર્ષના મે મહિનામાં ગીતકાર જાવેદ અખ્તરે પણ એવું નિવેદન આપ્યું હતું કે આ સંબંધમાં ઇડી પણ તપાસમાં મદદ કરે. અખ્તર પણ એક ફરિયાદી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter