ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં દેખાયેલી અભિનેત્રી બિદિશા બેઝબરુઆનો આપઘાત

Thursday 20th July 2017 02:14 EDT
 
 

ગુડગાંવઃ તાજતેરની ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં દેખાયેલી આસામી અભિનેત્રી અને ગાયિકા ૩૦ વર્ષીય બિદિશા બેઝબરુઆએ ગુડગાંવમાં પંખા સાથે લટકીને ૧૭મી જુલાઈએ આપઘાત કર્યો હતો. અભિનેત્રીના પતિ નિશિથ જૈનના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધ અને તેની સાથે થતા રહેતા ઝઘડાના કારણે બિદિશાએ આ પગલું ભર્યાનું કહેવાય છે. બિદિશાના મૃતદેહ પાસેથી કોઈ સુસાઈટ નોટ મળી નથી, પણ બિદિશાના પિતા અશ્વિની બેઝબરુઆએ નિશિથ વિરુદ્ધ બિદિશાને આપઘાત માટે ઉશ્કેરણી કર્યાની ફરિયાદના આધારે નિશિથની ૧૮મી જુલાઈએ રાતે ધરપકડ કરવામાં આવી હતી.

બિદિશા તાજેતરમાં મુંબઈથી ગુડગાંવ શિફ્ટ થઈ હતી. ૩૦ વર્ષની અભિનેત્રી, ટીવી-પર્સનાલિટી અને ઘણા સ્ટેજ-શો હોસ્ટ કરનારી બિદિશાએ ૧૪ મહિના પહેલાં જ ગુજરાતના નિશિથ જૈન સાથે ૨૦૧૬માં લગ્ન કર્યાં હતા. 


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter