ફોર્બ્સની યાદી ૨૦૧૯ અક્ષય બોલિવૂડમાં સૌથી ધનિક

Tuesday 24th December 2019 05:47 EST
 
 

ફોર્બ્સ ૨૦૧૯ની ધનવાન હસ્તીઓની યાદીમાં બોલિવૂડમાં અક્ષય કુમાર ટોપ પર છે. અક્ષયની ‘કેસરી’, ‘મિશન મંગલ’ અને ‘હાઉસફુલ ૪’ રિલીઝ થઇ ચૂકી છે જ્યારે ‘ગુડ ન્યુઝ’ રિલીઝ થવાની છે. ફિલ્મ ‘કેસરી’એ રૂ. ૧૫૩ કરોડ, ‘મિશન મંગલ’ ફિલ્મે રૂ. ૨૦૦.૬ કરોડ અને ‘હાઉસફુલ ૪’એ રૂ. ૨૦૬ કરોડનું કલેકશન કર્યું
હતું. આ ત્રણેય ફિલ્મો મળીને રૂ. ૫૦૦ કરોડથી પણ વધુ કલેકશન બોક્સ ઓફિસ પર થયું છે.
ફોર્બ્સની યાદી પ્રમાણે અક્ષયની કુલ કમાણી રૂ. ૨૯૩.૨૫ કરોડ રહી છે. જે ગયા વરસની સરખામણીમાં ૫૮.૫૧ ટકા વધુ છે. સલમાન ખાનની ‘દબંગ-૩’ ૨૦ ડિસેમ્બરે રિલીઝ થઇ. એ પહેલાં તેની ‘ભારત’ રિલીઝ થઇ. જોકે ‘ભારત’ ફિલ્મે રૂ. ૨૦૦ કરોડથી વધુ કલેકશન કર્યું હતું. તેથી સલમાન ફોર્બ્સની આ યાદીમાં ત્રીજા સ્થાને છે. શાહરૂખ ખાન રૂ. ૧૨૪.૩૮ કરોડ સાથે ટોપ ટેનમાં છે. શાહરૂખની આ વર્ષે કોઇ ફિલ્મ રિલીઝ થઇ નથી, પરંતુ પ્રોડકશન અને વિજ્ઞાાપનો દ્વારા તેની આવક થઇ છે.
આ યાદીમાં આલિયા ભટ્ટ આઠમા ક્રમે છે જ્યારે દીપિકા પદુકોણ દસમા સ્થાને છે. રજનીકાંત ૧૩મા અને પ્રિયંકા ચોપરા ૧૪મા ક્રમે છે. ગયા વરસે પ્રિયંકા ૪૯મા સ્થાને હતી. આ વખતે તે ઘણી આગળ નીકળી ગઇ છે. અનુષ્કા શર્મા ૨૧મા સ્થાને અને સારા અલી ખાન ૬૬મા સ્થાને છે. દિશા પટાણી અને કૃતિ સેનોન આ યાદીમાં પ્રથમ વખત સામેલ થઇ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter