મદુરાઈનું દંપતી નકલી માતાપિતા બનીને મારી પાસેથી નાણાં તફડાવવા માગે છેઃ ધનુષ

Thursday 02nd March 2017 07:07 EST
 
 

દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ તેમનો બાયોલોજિકલ પુત્ર હોવાનો દાવો કરતાં એક દંપતીની અરજી મદ્રાસ હાઇ કોર્ટમાં દાખલ કરાયા બાદ ૨૭મી ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ પોતાના બર્થ માર્કસની સ્પષ્ટતા આપવા ધનુષ હાજર રહ્યો હતો. મદ્રાસ હાઇ કોર્ટમાં હાજર ધનુષે જણાવ્યું હતું કે, નકલી માતાપિતા બનાવટી પ્રમાણપત્રો અને મારી તસવીરો લઇ આવ્યા છે. તેઓ મને બ્લેકમેલ કરીને નાણાં તફડાવવા માગે છે. હું એક લોકપ્રિય અભિનેતા હોવાથી તેનો લાભ ઉઠાવવા આ દંપતીએ કોર્ટમાં કેસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે મદુરાઇના ૬૦ વર્ષીય કાથીરેસન અને ૫૫ વર્ષની તેની પત્ની મીનાક્ષીના દાવા પ્રમાણે ધનુષ તેમનો બાયોલોજિકલ પુત્ર છે. આ દંપતીએ કોર્ટમાં જણાવ્યું છે કે, ધનુષનું મૂળ નામ કલાઇસેલ્વન છે અને મેલૂરની એક સ્કૂલમાં તેનું શિક્ષણ થયું છે. આ દંપતીએ મહિને રૂ. ૬૫૦૦૦ રૂપિયા અભિનેતા પાસે વળતર પેટે માગ્યા છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી