મારા લગ્ન કાયદેસર છે, પતિના દાવા ખોટાઃ બોબી ડાર્લિંગ

Wednesday 13th March 2019 07:58 EDT
 
 

બોલિવૂડ એક્ટર પાખી શર્મા ઉર્ફે બોબી ડાર્લિંગે તેના પતિ રમણિક શર્મા સામે છૂટાછેડાનો દાવો માંડતા કહ્યું હતું કે, મારા લગ્ન કાયદેસર છે. પતિ તરફથી ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. બોબી ડાર્લિંગના પતિના એડવોકેટ જી. જે. રામચંદાની અને હિતેશ રામચંદાનીએ બોબીના છૂટાછેડાના કેસ સંદર્ભે એવી દલીલ રજૂ કરી હતી કે, બોબી ડાર્લિંગ સ્ત્રી નથી, માટે આ લગ્નસંબંધ રદબાતલ ગણાય. આ દલીલની સામે બોબી તરફથી બાંદરાની ફેમિલી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી  રજૂઆતમાં જણાવ્યું હતું કે તેણે નવેમ્બર ૨૦૧૫માં લિંગ-પરિવર્તન શસ્ત્રક્રિયા (સેક્સ રિઅસાઇનમેન્ટ સર્જરી) કરાવ્યા પછી લગ્ન કર્યાં હતાં એટલે આ લગ્ન કાયદેસર ગણાય. કોર્ટમાં સુપરત કરવામાં આવેલા દસ્તાવેજો મુજબ બોબી ડાર્લિંગે ફેબ્રુઆરી ૨૦૧૬માં લગ્ન કર્યા હતાં. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter