યુકે-ઇન્ડિયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં કમલ હાસનની રાણી એલિઝાબેથ સાથે મુલાકાત

Thursday 02nd March 2017 07:38 EST
 
 

યુકે ઈન્ડિયા કલ્ચરલ ઇવેન્ટમાં કમલ હાસન અને રાણી એલિઝાબેથની મુલાકાત પહેલી માર્ચે ગોઠવવામાં આવી હતી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ આ પ્રોગ્રામ માટે ક્વિનનું આમંત્રણ હતું, પરંતુ વ્યસ્ત હોવાથી તેઓ બ્રિટનની મુલાકાત લઈ શક્યા નહોતા. આ ઇવેન્ટમાં કમલ હાસન ઉપરાંત આયેશા ધારકર, ક્રિકેટર કપિલ દેવ, સિતારવદક અનુષ્કા શંકર પણ સામેલ થયા હતા.

એક રિપોર્ટના પ્રમાણે ફિલ્મ 'બાહુબલીઃ ધ કન્કલ્યુઝન' ભારતમાં રિલીઝ થતાં પહેલા યુનાઇટેડ કિંગડમમાં તેનું પ્રીમિયર ઓર્ગેનાઇઝ કરવામાં આવશે અને આ ફિલ્મના પ્રીમિયરમાં મુખ્ય મહેમાન તરીકે રાણી એલિઝાબેથ બીજાં હાજર રહેશે.

૨૭મી એપ્રિલે બકિંગહામ પેલેસમાં ભારતીય અને બ્રિટીશ સરકાર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ ફિલ્મનું પ્રીમિયર થશે એવા અહેવાલ છે. આ જ ઇવેન્ટમાં ભારતની આઝાદીને યાદ કરીને તેનો જશ્ન પણ મનાવવામાં આવશે.

રાણી એલિઝાબેથ સાથેની મુલાકાત સમયની તસવીર અને વિગતો એક્ટર કમલ હાસને ફેસબુક પર પણ પોસ્ટ કરી હતી. હાસને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, રાણી એલિઝાબેથ તંદુરસ્ત છે અને અમારી સાથે વાતચીતમાં ક્વિને ભારતની મુલાકાતની યાદગાર પળોને ફરી વાગોળી હતી.

રાણી એક વખત ભારતની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે મારા ફિલ્મના સેટ પર પણ તેઓ આવ્યાં હતાં. તેમણે આ પહેલાં કે પછી કદી ફિલ્મનું શૂટિંગ જોયું નથી. વર્ષ ૧૯૯૭માં રાણી એલિઝાબેથ ભારતની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે તેઓ કમલ હાસનની એક ફિલ્મના શૂટિંગમાં ગયા હતા. જોકે આ ફિલ્મ બજેટની તંગીને કારણે અધવચ્ચે અટકી ગઇ હતી. ક્વિન એમજીઆર ફિલ્મ સિટીમાં ૧૬ ઓકટોબર ૧૯૯૭ના રોજ આવ્યાં હતાં. તેઓ ત્યાં લગભગ ૨૦ મિનિટ સુધી રોકાયાં હતાં.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter