રણબીર સંજય દત્તની કાર્બન કોપી!

Friday 24th February 2017 01:40 EST
 
 

રણબીર કપૂર પોતાના કોઈ પણ પાત્ર માટે હંમેશાં પોતાની રીતે પૂરતું હોમવર્ક કરે છે એ તો તેના ફેન્સ જાણે જ છે. ફિલ્મ ‘રોકસ્ટાર’ માટે તે જૂની દિલ્હીમાં ૩૦ દિવસ સુધી કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં રહ્યો હતો. ફિલ્મ ‘બરફી’ માટે તેણે સ્પેશ્યલ ચિલ્ડ્રન્સ હોમની કેટલીય વખત મુલાકાતો લીધી હતી. હાલમાં રણબીર કપૂર સંજય દત્તની બાયોપિકનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે તેમાં રણબીર અદ્દલ સંજય દત્ત જેવો જ દેખાય છે. રણબીરે માત્ર સંજય દત્તની જેમ વાળ જ લાંબા નથી કર્યાં બલકે તેના હાવભાવ પણ સંજુબાબાના વ્યક્તિત્વને અનુરૂપ છે. રણબીરે સંજુબાબા જેવું જ ટોન્ડ બોડી બનાવવા પણ મહેનત કરી છે. ફિલ્મનું શૂટિંગ આજકાલ મુંબઈમાં ચાલે છે. 


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter