વરુણની ફિલ્મનો ડાયલોગ ઇઝરાયલમાં કોરોનાની જાગૃતિ માટે ઉપયોગમાં લેવાયો

Monday 18th May 2020 06:30 EDT
 
 

મુંબઈ: વરુણ ધવન હાલ લોકડાઉનને કારણે ઘરમાં છે, પરંતુ તેની ફિલ્મનો એક ડાયલોગ બહુ ચર્ચિત છે. વરુણ ધવને ટ્વિટ કરીને આની જાણકારી આપી હતી.
ઇઝરાયલે કોરોના વાયરસ સામે જંગ લડવા માટે એક ટ્વિટ કર્યું છે. જેમાં વરુણ ધવનની ફિલ્મ ‘એબીસીડી ૨’નો એક ડાયલોગ ઉપયોગમાં લીધો છે. તેઓ આ અસરકારક ડાયલોગ દ્વારા પોતાના દેશને કોરોનાના પ્રકોપથી જાગૃતિ ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ઇઝરાયલે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આની જાણકારી આપી છે.
સહી દિશા મેં ઉઠા હર કદમ
અપને આપ મેં એક મંઝિલ હૈ
આખિર જિન્દગી કા મતલબ હી
અપના અગલા કદમ ચુનના હૈ.
આ વાત તેજીથી વાયરલ થઇ રહી છે. વરુણે આના પ્રત્યુત્તરમાં લખ્યું છે કે, જાણીને ખુશી થઇ કે આ ડાયલોગ ઇઝરાયલમાં સકારાત્મકતા અને પ્યાર ફેલાવા માટે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. વરુણના આ ડાયલોગના વપરાશથી તેની આંતરાષ્ટ્રીય લોકપ્રિયતાનો પણ ખ્યાલ આવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter