સલમાને એક જાહેરાત માટે રૂ.૩૫ કરોડ ફી લીધી

Wednesday 11th March 2020 07:02 EDT
 
 

ફિલ્મ કલાકારો ફિલ્મોમાં અભિનય સાથે સાથે વિજ્ઞાપન કરીને પણ સારી કમાણી કરી લેતા હોય છે, પણ એક જ જાહેરખબર માટે તગડી ફી લેનારા કલાકાર તરીકેનો રેકોર્ડ સલમાન ખાને સર્જ્યો છે. જેની બી ટાઉનમાં ભારે ચર્ચા છે. ચર્ચા છે કે, સલમાને એક મોબાઇલ ફોનની જાહેરાત માટે રોજના રૂ. ૭ કરોડ વસૂલ્યા છે.
કોઈ ભારતીય અભિનેતાને કોઈ ઉત્પાદનના પ્રચાર માટે અધધધ રકમ મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનો દબદબો જાળવી રાખનારો સલમાન વિજ્ઞાપનની દુનિયામાં પણ ભરપૂર કમાણી કરી રહ્યો છે. સામાન્ય રીતે સ્ટારની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બ્રાન્ડના વિજ્ઞાપનની ફી ચૂકવાતી હોય છે. ભારતીય સિનેમાના કલાકારોને અત્યાર સુધીમાં વધુમાં વધુ એક એન્ડોર્સમેન્ટ માટે રૂ. ત્રણથી ચાર કરોડ મહેનતાણા તરીકે અપાયા છે. સલમાન શૂટિંગમાં વધુ પડતો વ્યસ્ત હોવાથી આ ફીમાં પણ પરાણે માન્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter