સુનીલ ગ્રોવર કપિલનો શો હમણાં તો નહીં છોડે

Friday 24th March 2017 07:27 EDT
 
 

મુંબઈઃ સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્મા અને તેના સાથીદાર સુનીલ ગ્રોવરની લડાઇમાં એક નવો વળાંક આવ્યો છે. સુનીલે કપિલ સાથે કોઈ પણ વાંધો ન હોવાનું કહ્યા બાદ તાજેતરમાં કહ્યું છે કે, તે ‘ધ કપિલ શર્મા શો’ છોડવાનો નથી. તે આ શો છોડવા શા માટે માગતો નથી તેનો ખુલાસો તે થોડા દિવસો પછી કરશે. જોકે વાઈની વાત એ પણ છે કે સુનીલ કપિલના કોમેડી શોના શૂટિંગમાં દેખાતો નથી.

ઉલ્લેખનીય છે કે, કપિલ અને સુનીલ ઓસ્ટ્રેલિયાથી સાથે ફ્લાઈમાં ઇન્ડિયા આવી રહ્યા હતા ત્યારે કપિલે દારૂના નશામાં સુનીલને ગાળો બાલીને માર્યો હતો. એવી વાતો આવી હતી. કપિલે સુનીલને માર્યો પછી પણ સુનીલ શાંત રહ્યો હતો અને કેબિન ક્રૂને પણ તેણે કહ્યું હતું કે, આ બહુ સામાન્ય ઘટના છે. પ્લેનમાં સાથે મુસાફરી કરતા એક મુસાફરે જણાવ્યું હતું કે, પ્લેનમાં ક્રૂએ સૌને ભોજન પીરસ્યું હતું. કપિલની ટીમના સભ્યોએ ખાવાની શરૂઆત કરી દીધી. આ જોઇને કપિલે બૂમાબૂમ કરી મૂકી હતી કે તેણે હજી ખાવાની શરૂઆત નથી કરી તો તમારા લોકોની ભોજન શરૂ કરવાની હિંમત કઇ રીતે થઇ? સુનીલે વચમાં પડીને કપિલને શાંત કરવાના પ્રયાસ કરતાં જ કપિલ તેની પાછળ જોડો લઇને દોડયો હતો અને માર્યો હતો. કહેવાય છે કે, કપિલ ખૂબ જ પીધેલી હાલતમાં હતો તે લગભગ એક બોટલ વ્હિસકી ગટગટાવી ગયો હતો.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter