‘કાબિલ’ ચાઈનામાં રિલીઝ થશેઃ ફિલ્મના પ્રમોશન માટે રિતિક ગયો

Wednesday 05th June 2019 08:09 EDT
 
 

રિતિક રોશન અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ‘કાબિલ’ પાંચમી જૂને ચાઈનામાં રિલીઝ થશે. ફિલ્મના પ્રમોશન માટે અગાઉથી રિતિક ચાઈના પહોંચી ગયો હતો. રિતિક રોશનની ચાઈનામાં રિલીઝ થનારી આ પહેલી ફિલ્મ છે. સ્વાભાવિક વાત છે કે, ભારતીય ફિલ્મોનું ચાઈનામાં સારું માર્કેટ છે. ‘દંગલ’, ‘સિક્રેટ સુપરસ્ટાર’, ‘અંધાધુન’ જેવી ફિલ્મોએ ત્યાં ખૂબ કમાણી કરી છે. ચાઈનમાં પોતાની પહેલી ફિલ્મની રિલીઝને લઈને રિતિક ખૂબ ઉત્સુક અને ઉત્સાહી જણાય છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ફિલ્મના પોસ્ટર સાથે એક ફોટો પણ તાજેતરમાં શેર કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર રિતિકે એક ચાઈનીઝ નાગરિક સાથેનો ફોટો મૂકીને લખ્યું હતું કે, એને કદાચ નવાઈ લગતી હશે કે હું શું કામ ખુશ છું? તમે જાણી લો મારી ખુશી... ‘કાબિલ’ ચાઈનામાં. ભારત, ચાઈના સહિતના તમામ ફેન્સનો ખૂબ આભાર આ અદભુત અનુભવને સાકાર કરવા બદલ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter