‘મણિકર્ણિકા’માં જાજરમાન દેખાતી કંગના

Saturday 11th November 2017 07:10 EST
 
 

ટોચની અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા’નો ફર્સ્ટ લૂક તાજેતરમાં રિલીઝ કરાયો હતો જેમાં કંગના રનૌત ઝાંસીની રાની લક્ષ્મીબાઇ દર્શાવાઈ છે. મૂળ ‘ઝાંસી કી રાની’ ફિલ્મ કેતન મહેતા બનાવવાના હતા પરંતુ તેમની તબિયત સારી નહીં હોવાથી ફિલ્મ વિલંબમાં પડી હતી એ દરમિયાન કંગનાએ સાઉથના એક ડાયરેક્ટરની આ જ વિષયની ફિલ્મ સ્વીકારી લીધી હતી. આ રોલ માટે કંગનાએ ખાસ ઘોડેસવારી અને તલવારબાજીની તાલીમ લીધી હતી.
પ્રગટ કરાયેલા ફોટોગ્રાફ્સમાં કંગના રાજરાણી તરીકે તલવાર સાથે દેખાય છે. એ ખરેખર રાણી હોય એવી છાપ આ ફોટોગ્રાફ જોતાં પડી હતી. સિંહાસન પર બેઠેલી ઝાંસી કી રાની સફેદ અને સોનેરી પોષાકમાં દીપી ઊઠી હતી એવું આ ફર્સ્ટ લૂક જોનારા માને છે. હાલ રાજસ્થાનના અંબર મહેલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં પહેલી વાર કંગના એક્શન દ્રશ્યો કરતી પણ દેખાશે એવી જાણકારી મળી હતી. લેખક ડાયરેક્ટર વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે અમારી આ ફિલ્મનાં વોર સીન્સ ઇન્ટરનેશનલ લેવલના હશે. બ્રિટિશ સેના સામે રાણી લક્ષ્મીબાઇ બનીને લડનારી ઝલકારી બાઇ તરીકે આ ફિલ્મમાં અંકિતા લોખંડે ચમકી રહી છે. આ ફિલ્મ ૨૦૧૮ના એપ્રિલની ૧૨મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter