‘કહેવતલાલ પરિવાર’ઃ મનોરંજક અને મજેદાર ફિલ્મ

Thursday 05th May 2022 02:11 EDT
 
 

‘કહેવતલાલ પરિવાર’ એ રાજુભાઇ ઠાકર (સિદ્ધાર્થ રાંદેરિયા) અને તેમના પરિવારની મનોરંજક કહાણી છે. રાજુભાઇ તેમના કૌટુંબિક મૂલ્યો અને જૂના જમાનાના પરંપરાગત વિચારોને માનનારા છે. તેમની પાસે દરેક ક્ષણ અને પ્રસંગને અનુરૂપ કહેવતોનો ભંડાર છે એમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. તેમનો પુત્ર (ભવ્ય ગાંધી) આધુનિક અને સાંપ્રત સમયને અનુરૂપ બિઝનેસ આઇડિયા આપતો રહે છે તો પુત્રી (શ્રદ્ધા ડાંગર) પાસે રસપ્રદ રેસિપીનો ખજાનો છે, પણ રાજુભાઇ તેમને પ્રયોગ કરવા દેતા નથી. રાજુભાઇની આળસુ બહેન (વંદના પાઠક) પણ તેમની સાથે જ રહે છે. તેને મોબાઇલ ગેમ્સ અને સોશિયલ મીડિયામાં સમય પસાર કરતી રહે છે. તેમનો પિતરાઇ ભાઇ (સંજય ગોરડિયા) આધુનિક વિચારને અપનાવનારો છે અને બિઝનેસમાં છાશવારે રાજુભાઇને પડકારતો રહે છે. કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા તૈયાર થયેલી અને રમૂજથી હરીભરી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ એક એવા ભેજાગેપ પરિવારની વાર્તા રજૂ કરે છે, જે અનેક મુશ્કેલીઓ અને મતભેદો છતાં એકતાંતણે બંધાયેલો છે.

ભારતમાં દર્શકોએ બહુ પસંદ કરેલી આ ફિલ્મ યુકેમાં ૧૩ મેના રોજ રિલિઝ થઇ રહી છે. જેને તમે સિનેવર્લ્ડ સિનેમા (ઇલફર્ડ, વેમ્બલી, રાયસ્લીપ, ઓટુ, બર્મિંગહામ બ્રોડ સ્ટ્રીટ), વ્યુ (એક્ટન, ક્રોયડન ગ્રાન્ટ્સ, વેસ્ટફિલ્ડ, હેરો), ઇન્ડિપેન્ડન્ટ (પિકાડેલી સર્કસ) અને ઓડિયન (લેસ્ટર)માં નિહાળી શકો છો.
• નિર્માતાઃ રશ્મિન મજીઠિયા • દિગ્દર્શકઃ વિપુલ મહેતા • સંગીતઃ સચીન-જીગર
• કલાકારોઃ સિદ્ધાર્થ રાંદેરિયા, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, સંજય ગોરડિયા, ભવ્ય ગાંધી, શ્રદ્ધા ડાંગર, ધર્મેશ વ્યાસ, નલ ગગડાની, મેઘના સોલંકી


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter