અનુષ્કા માટે તો જીવ આપવા પણ તૈયારઃ કોહલી

Saturday 25th April 2015 07:10 EDT
 
 

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં ભલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મજાક ઉડાવવામાં આવી રહી હોય, પણ વિરાટ તેની પરવા નથી. તે કહે છે કે અનુષ્કા માટે તો તે જીવ આપવા પણ તૈયાર છે.

અનુષ્કા સાથેના સંબંધોનો સ્વીકાર કરતાં નિવેદન આપ્યું છે કે અનુષ્કાના કારણે તેના જીવન અને રમતમાં સ્થિરતા આવી છે. તેનો દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે. તેણે જણાવ્યું હતું કે તે અનુષ્કાને એટલો પ્રેમ કરે છે કે જરૂર પડ્યે એ તેના માટે પોતાનો જીવ પણ આપી શકે છે. વિરાટે જણાવ્યું હતું કે બન્ને પોતાના સંબંધને જમાનાની દૃષ્ટિ કરતાં બિલકુલ અલગ રીતે નિહાળે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter