અને પાકિસ્તાની તાહિરે ભારતીય સુમૈયાનો પ્રેમ પામવા વતન છોડયું

Saturday 25th April 2015 06:59 EDT
 
 

નવી દિલ્હીઃ આઈપીએલ-સિઝન આઠમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી રહેલો સાઉથ આફ્રિકાની ટીમનો મુખ્ય સ્પિનર ઇમરાન તાહિર એક સમયે પાકિસ્તાનની અંડર-૧૯ ટીમનો ખેલાડી હતો, પરંતુ ભારતીય યુવતી સાથે પ્રેમ થઇ જતાં પોતાનું વતન છોડી આફ્રિકા સેટલ થઇ ગયો છે.
તાહિર ૧૯૯૮માં પાકિસ્તાન અંડર-૧૯ ટીમ સાથે સાઉથ આફ્રિકા ગયો હતો. આ પ્રવાસ દરમિયાન સાઉથ આફ્રિકામાં સુમૈયા દિલદાર નામની ભારતીય યુવતીને પોતાનું દિલ આપી બેઠો હતો. બંને વચ્ચેનો પ્રેમ એટલો મજબૂત બન્યો કે, ૨૦૦૬માં ઇમરાન તાહિરે પાકિસ્તાન છોડીને સાઉથ આફ્રિકામાં શિફટ થવાનો નિર્ણય કર્યો હતો.
તાહિરના કહેવા પ્રમાણે શરૂઆતના દિવસોમાં ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે બાદમાં સાઉથ આફ્રિકામાં સ્થાનિક ક્રિકેટ રમવાની શરૂ કરી હતી. સતત સારા પ્રદર્શનને કારણે ઇમરાન તાહિરને ૨૦૧૧માં આફ્રિકાની ટીમમાં તક મળી હતી. અને આજે તે દેશની ટીમમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter