ઇન્ડિયન ઓપન સુપર સિરીઝઃ પી. વી. સિંધૂ ચેમ્પિયન

Wednesday 05th April 2017 08:46 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર શટલર પી. વી. સિંધૂએ ફાઇનલમાં સ્પેનની કેરોલિના મારિનને હરાવીને ઇન્ડિયન ઓપન સુપર સિરીઝનું ટાઇટલ કારકિર્દીમાં પ્રથમ વખત જીત્યું છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં તેણે સ્પેનિશ ખેલાડી મારિનને સીધી ગેમમાં ૨૧-૧૯, ૨૧-૧૬થી હરાવી હતી. વિશ્વની પાંચમી ક્રમાંકિત સિંધૂએ બીજી વખત સુપર સિરીઝ અથવા તેના કરતાં વધારે ઉંચા લેવલનું કોઈ ટાઇટલ જીત્યું છે. ૨૦૧૬માં તેણે ચાઇના ઓપન સુપર સિરીઝ જીતી હતી.
કોઈ ભારતીય મહિલા ખેલાડી ઇન્ડિયન ઓપનમાં ચેમ્પિયન બની હોય તેવો આ ત્રીજો બનાવ છે. સિંધૂ સામે વર્તમાન ટૂર્નામેન્ટની ક્વાર્ટરમાં પરાજયનો સામનો કરનાર સાઇના નેહવાલ ૨૦૧૦ અને ૨૦૧૫માં ચેમ્પિયન બની ચૂકી છે. બીજી તરફ મેન્સમાં કિદામ્બી ૨૦૧૫માં સિંગલ્સનું ટાઇટલ જીત્યો હતો.

૪૭ મિનિટ સુધી ફાઇનલ

સિરી ફોર્ટ કોમ્પલેક્સમાં સિંધૂ અને મારિન વચ્ચેની ફાઇનલ ૪૭ મિનિટ સુધી ચાલી હતી. પ્રથમ ગેમ બન્ને ખેલાડીએ ૧-૧થી સરભર કરી હતી, પરંતુ ત્યાર બાદ સિંધૂએ સતત હરીફ ખેલાડીને દબાણમાં રાખીને એક સમયે સ્કોર ૧૬-૧૪નો કર્યો હતો. મારિને સતત બે પોઇન્ટ હાંસલ કરીને સ્કોર ૧૬-૧૬થી સરભર કર્યો હતો. ત્યાર બાદ બન્ને ખેલાડી ૧૭-૧૭, ૧૮-૧૮, ૧૯-૧૯થી સરભર રહી હતી. સિંધૂએ સતત બે પોઇન્ટ મેળવી પ્રથમ ગેમ જીતી લીધી હતી. સ્થાનિક પ્રેક્ષકોના જોરદાર સમર્થન વચ્ચે બીજી ગેમમાં શરૂઆતથી અંત સુધી સિંધૂ મેચમાં હાવી રહી હતી.
રિયો ઓલિમ્પિકની ફાઇનલમાં સિંધૂ ભારે રસાકસી બાદ મારિન સામે ત્રણ ગેમમાં હારી હતી. ત્યાર બાદ તે આ સ્પેનિશ હરીફને સતત બે વખત હરાવી ચૂકી છે. દુબઈ વર્લ્ડ સિરીઝ ફાઇનલ્સમાં સિંધૂએ મારિનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી હતી. મારિન સામે સિંધૂનો આ નવમો મુકાબલો હતો.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી