ઈંગ્લેન્ડ સામે આફ્રિકાનો ૩૪૦ રને ભવ્ય વિજય

Tuesday 25th July 2017 15:07 EDT
 
 

ટેન્ટ બ્રિજઃ સાઉથ આફ્રિકાએ યજમાન ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટ મેચમાં ૩૪૦ રનથી કચડી નાખી ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ૧-૧ની બરાબરી કરી છે. પ્રથમ ઇનિંગમાં ૫૪ રન અને બીજી ઇનિંગમાં ૪૨ રન ઉપરાંત મેચમાં કુલ પાંચ વિકેટ ઝડપીને ઓલરાઉન્ડ દેખાવ કરતાં ફિલાન્ડર મેન ઓફ ધ મેચ થયો હતો. ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં છથી નવ જુલાઈ દરમિયાન રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ૨૧૧ રને વિજય મેળવ્યો હતો. બન્ને વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ ૨૭મી જુલાઈથી શરૂ થશે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter