કૃણાલ પંડ્યા - પંખુડી શર્મા સાથે પ્રણય સૂત્રે બંધાશે

Saturday 02nd December 2017 09:50 EST
 
 

મુંબઈઃ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ડિસેમ્બરના અંતમાં પંખુડી શર્મા સાથે પ્રણય સૂત્રમાં બંધાવાનો છે. આ શાનદાર લગ્ન સમારંભ મુંબઈની જે. જે. મેરિયોટ હોટેલ ખાતે યોજાવાનો છે. કૃણાલ પંડ્યાના પરિવારે આ લગ્ન સમારંભની દરેક વિધિ મુંબઈમાં કરવાનું નક્કી કર્યું છે. આ લગ્ન સમારંભ ૨૭ ડિસેમ્બરના રોજ યોજાશે. પંખુડી શર્મા હાલમાં ફિલ્મ માર્કેટિંગમાં કાર્યરત છે. આ પહેલા મુંબઈ ઇન્ડિયન્સ ટીમ જ્યારે આઈપીએલમાં ચેમ્પિયન બની હતી ત્યારે મેદાનમાં ટ્રોફી સાથે પંખુડીનો ફોટો વાઈરલ થઈ ગયો હતો. કૃણાલ પંડ્યાના પિતા હિંમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે અમે આ લગ્નને લઈને અત્યંત ઉત્સાહિત છીએ. અમે લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક અંદાજ મુજબ ૧૦૦૦ મહેમાનો આ લગ્ન સમારંભમાં હાજરી આપવાના છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter