કોલકાતા નાઇટ રાઇડર્સે દિનેશ કાર્તિકને કેપ્ટન બનાવ્યો

Saturday 10th March 2018 10:01 EST
 
 

કોલકાતાઃ આઇપીએલ-૧૧માં કોલકાતા નાઈટ રાઈડર્સે દિનેશ કાર્તિકને કેપ્ટન બનાવ્યો છે, જ્યારે રોબિન ઉથપ્પાને વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપાઇ છે. કોલકાતાએ દિનેશ કાર્તિકને ૭.૪ કરોડ રૂપિયામાં ખર્ચીને ટીમમાં સામેલ કર્યો છે. કાર્તિકને આ પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટમાં તામિલનાડુની ટીમની કેપ્ટનશીપ કરવાનો અનુભવ છે. કોલકાતા નાઈટ રાઇડર્સને બે વખત આઈપીએલમાં ચેમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીર આ સિઝનમાં દિલ્હી ડેરડેવિલ્સ ટીમ તરફથી રમનાર છે. આથી લિલામી બાદ કેકેઆરની ટીમની કેપ્ટનશિપ કોને સોંપાશે તેને લઈ વિવિધ અટકળો ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રિસ લિન આ માટે પ્રબળ દાવેદાર મનાતો હતો. જોકે તેને ઈજા થતાં હવે દિનેશ કાર્તિકને કમાન સોંપાઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter