કોહલીએે લગ્ન કરવા માટે ‘બ્રેક’ માગ્યો?

Thursday 26th October 2017 15:21 EDT
 
 

મુંબઇઃ કેપ્ટન વિરાટ કોહલીએ ‘અંગત કારણ’થી ડિસેમ્બરમાં શ્રીલંકા સામે રમાનારી મેચમાં રમવાથી બ્રેક માગ્યો છે. વિરાટ કોહલીની આ માગણીને ધ્યાનમાં રાખીને જ પસંદગીકારોએ પ્રથમ બે ટેસ્ટ માટે જ ભારતીય ટીમની જાહેરાત કરી છે. આમ, કોહલી શ્રીલંકા સામેની અંતિમ ટેસ્ટ, ત્રણ વન-ડે, ત્રણ ટ્વેન્ટી૨૦માં ભાગ લેશે નહીં.
ખ્યાતનામ અભિનેત્રી અને લાંબા સમયની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા સાથે પ્રભુતામાં પગલા પાડવા જઇ રહ્યો હોવાથી કોહલીએ બ્રેકની માગણી કરી હોવાની અટકળોએ વેગ પકડયો છે. શ્રીલંકા સામેની શ્રેણી પૂરી થયાના ચાર દિવસ બાદ ભારતને દક્ષિણ આફ્રિકા પ્રવાસે જવાનું છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કોહલી અંગત કારણોને લીધે ડિસેમ્બરમાં રમાનારી એકપણ મેચમાં રમવા માગતો નથી. કોહલીના આ પ્રસ્તાવને અમે સ્વિકારી લીધો છે.’ કોહલીની ગેરહાજરીમાં રહાણે ટેસ્ટ ટીમનું જ્યારે રોહિત શર્મા વન-ડે, ટ્વેન્ટી૨૦ ટીમની આગેવાની સંભાળશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter