કોહલી વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન છેઃ આમેર

Tuesday 25th July 2017 15:04 EDT
 
 

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમેરે કહ્યું છે કે, મારા મતે હાલ વિશ્વનો શ્રેષ્ઠતમ બેટસમેન વિરાટ કોહલી છે. અન્ય બેટ્સમેનોનો દેખાવ સારો હશે, જોકે હું વ્યક્તિગત રીતે કોહલીને શ્રેષ્ઠ બેટ્સમેન માનું છું. આમેરે ટ્વીટર પર ચાહકો સાથેની વાતચીતમાં આમ જણાવ્યું હતું. આમેરને પુછાયું હતું કે, તમારા મતે હાલમાં વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન કોણ છે? વિરાટ કોહલી, જો રુટ, સ્ટીવ સ્મિથ કે પછી કેન વિલિયમસન? આ પ્રશ્નના જવાબમાં આમેરે કહ્યું કે, તે બધા બેટ્સમેનો ખરેખર મહાન છે, પણ હું વ્યક્તિગત રીતે માનું છું કે, કોહલી હાલનો શ્રેષ્ઠતમ બેટ્સમેન છે. આમેરે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં શાનદાર દેખાવ કરતાં કોહલી, ધવન અને રોહિત શર્માને આઉટ કર્યા હતા. આ સાથે પાકિસ્તાને અસાધારણ દેખાવ કરતાં ભારતને હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter