જિંદગીની નવી ઇનિંગઃ જસપ્રીત બુમરાહ-સંજના ગણેશન્ લગ્નબંધને બંધાયા

Wednesday 17th March 2021 05:11 EDT
 
 

ભારતીય ક્રિકેટ ટીમનો પેસ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણશને સોમવારે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. બુમરાહે સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. સંજના ગણેશન્ મનોરંજન ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી છે. તેણે એમટીવી રિયાલિટી શો સ્પ્લિટ્સ વિલાથી ટીવી ઉપર ડેબ્યુ કર્યું હતું. કેટલાક સમય પહેલાં તેલુગુ ફિલ્મની અભિનેત્રી અનુપમા પરમેશ્વરન સાથે બુમરાહનું નામ સંકળાયું હતું. જોકે આ પછી બુમરાહનું નામ સ્પોર્ટ્સ એન્કર સંજના સાથે જોડાયું હતું. સંજના આઇપીએલ દરમિયન કેકેઆર ડાયરીઝ નામનો શો પણ હોસ્ટ કરી ચૂકી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter