જેસન અને લોરાને બ્રિટનનું પ્રતિષ્ઠિત સન્માન

Sunday 09th January 2022 04:17 EST
 
 

લંડનઃ બ્રિટનના સૌથી સફળ સ્પોર્ટિંગ કપલ જેસન અને લોરા કેનીને વધુ એક સિદ્વિ મેળવી છે. સાઇક્લિસ્ટ જેસનને બ્રિટનના નાઇટહુટ અને લોરાને ડેમહુડથી સન્માનિત કરાયા. તે બ્રિટનનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર પ્રથમ રમતવીર દંપતી છે. ૩૩ વર્ષીય જેસનના નામે ઓલિમ્પિકમાં ૭ ગોલ્ડ મેડલ છે. જ્યારે ૨૯ વર્ષીય લોરાએ ઓલિમ્પિકમાં ૫ ગોલ્ડ જીત્યા છે. આ બ્રિટિશ સાઇકિલસ્ટ કપલે ઓલિમ્પિકમાં કુલ ૧૫ મેડલ જીત્યા છે. આ ઉપરાંત યુએસ ઓપન ચેમ્પિયન ટેનિસ ખેલાડી એમાં રાડુકાનૂને એમબીઇ અને સ્વિમર એડમ પેટીને ઓબીઇ ઉપરાંત એલજીબીટીક્યૂના અધિકારો માટે લડવા બદલ ઓબીઇ એવોર્ડ અપાયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter