ટી-૨૦ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડના 3 અને ભારતના 2 ખેલાડી

Sunday 20th November 2022 09:14 EST
 
 

દુબઇ: આઇસીસીએ ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે. જેમાં ટૂર્નામેન્ટ ચેમ્પિયન ઈંગ્લેન્ડના ત્રણ અને ટીમ ઇંડિયાના બે ખેલાડીઓને સામેલ કરાયા છે.
વર્લ્ડ કપના ટોપ સ્કોરર વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને 11 ખેલાડીઓમાં સ્થાન મળ્યું. જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને 12મો ખેલાડી જાહેર કરાયો. ટીમમાં ઈંગ્લેન્ડના 3 ખેલાડી તથા પાકિસ્તાનના 2 ખેલાડી છે. સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડના 1-1 ખેલાડી છે. વર્લ્ડ કપમાં કોહલીએ 136.40નાં સ્ટ્રાઈક રેટથી 6 મેચમાં 296 રન કરીને ટોપ પર રહ્યો. સૂર્યાએ આટલી જ મેચોમાં 189.86ના સ્ટ્રાઈક રેટથી 239 રન કર્યા અને ત્રીજા સ્થાને રહ્યો હતો.
ટીમઃ બટલર, હેલ્સ, કોહલી, સૂર્યકુમાર, ફિલિપ્સ, રઝા, શાદાબ, સેમ કરન, નોર્ત્જે, માર્ક વુડ, શાહિન શાહ આફ્રિદી. (12મો ખેલાડી - હાર્દિક)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter