નયનેશ દેસાઈ ડરહામ ક્રિકેટ ક્લબના ડિરેક્ટર તરીકે જોડાયા

Monday 03rd July 2017 08:22 EDT
 
 

લંડનઃ ડરહામ કાઉન્ટી ક્રિકેટ ક્લબના માળખામાં ફેરફારના ભાગરુપે બે નવા ડિરેક્ટરની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત બિઝનેસમેન પોલ વૂલસ્ટોન અને નયનેશ દેસાઈ ન્યૂકેસલસ્થિત સ્વતંત્ર એમ્પ્લોયમેન્ટ કન્સલ્ટન્ટ્સ NRG થકી પસંદગીની લાંબી પ્રક્રિયા પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરાયા છે. પોલ અને નયનેશ વર્તમાન બોર્ડ મેમ્બર્સ ક્લબ ચેરમેન સર ઈયાન બોથામ, ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ હાર્કર, ફિલ કોલીન્સ અને બોબ જેક્સન સાથે જોડાશે.

મેફેર, લંડનમાં ડીડીઓ સોલિસિટર્સના સીનિયર પાર્ટનર નયનેશ દેસાઈ પણ બોર્ડમાં જોડાઈ રહ્યા છે. કોમર્શિયલ લોયર નયનેશ ડરહામ કાઉન્ટીના ચેરમેન સર ઈયાન બોથામના દીર્ઘકાલીન સલાહકાર છે. તેઓ ક્લબ માટે નોંધપાત્ર કાનૂની તજજ્ઞતા અને લંડનસ્થિત કનેક્શન્સ લાવશે.

પોલ ૨૫ વર્ષની સેવા પછી ૨૦૧૪માં અગ્રણી એકાઉન્ટન્સી પેઢી PwCમાંથી નિવૃત્ત થયા છે. તેઓ નિવૃત્તિ સમયે ન્યુકેસલ ઓફિસમાં સીનિયર પાર્ટનર હતા અને કંપનીની યુકે પબ્લિક સર્વિસીસ એસ્યોરન્સ પ્રેક્ટિસનું નેતૃત્વ કરતા હતા. તેઓ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઓફ બિઝનેસ સાયન્સની ડીગ્રી ધરાવવા સાથે CIPFA એકાઉન્ટન્ટ છે. તેમની પાસે સ્થાનિક ખાનગી અને જાહેર ક્ષેત્રનો પણ અનુભવ છે. તેઓ ૧૫ વર્ષ સુધી ઓડિટ કમિશનમાં મુખ્ય પાર્ટનર હતા અને HMRC સાથે પણ કામ કર્યું છે.

ડરહામ કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે લાંબા સમયથી સંકળાયેલા પોલના બિઝનેસ પ્લાને ક્લબને ૧૯૯૧માં ફર્સ્ટ ક્લાસ સ્ટેટસ મેળવવામાં મદદ કરી હતી. નોર્થ ઈસ્ટ લોકલ એન્ટરપ્રાઈઝ પાર્ટનરશિપના પૂર્વ ચેરમેન પોલ સંખ્યાબંધ ચેરિટીઝ સાથે કાર્યરત છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter