લંડનઃ નવનાત વડીલ મંડળ દ્વારા નવનાત સેન્ટર ખાતે 13 સપ્ટેમ્બરે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સાહપ્રેરક ટુર્નામેન્ટમાં 40 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટનું સંકલન રમેશ મેહતા, કીરિટ મણિયાર, વિજય શેઠ અને નલિન ઉદાણી દ્વારા કરાયું હતું જેથી સુચારુ આયોજન થાય અને તમામ લોકો માટે આનંદપ્રેરક અનુભવ બની રહે.
મેન્સ ટેબલ ટેનિસ ફાઈનલમાં વિજયભાઈ શેઠે વિજેતા ટ્રોફી હાંસલ કરી હતી જ્યારે કીરિટ ભીમાણી રનર-અપ રહ્યા હતા. વિમેન્સ ટેબલ ટેનિસ ફાઈનલમાં પ્રફુલા મેહતા ટ્રોફી વિજેતા બન્યાં હતાં અને શીલા દોશી દ્વિતીય ક્રમે રહ્યાં હતાં. ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન સુંદર રીતે કરાયું હતું. જેના પરિણામે, લોકો મોટી સંખ્યામાં આકર્ષાયા હતા અને રમતને માણી હતી તેમજ સમગ્ર ઈવેન્ટ દરમિયાન ખેલાડીઓને ઉત્સાહ સાથે સપોર્ટ આપ્યો હતો.