પાંચમી વન-ડે જીતી ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાનો વ્હાઇટવોશ કર્યો

Tuesday 26th June 2018 13:32 EDT
 

માન્ચેસ્ટરઃ વિકેટકીપર જોશ બટલર (અણનમ ૧૧૦) અને આદિલ રશીદ (૨૦ રન) વચ્ચે નવમી વિકેટ માટે નોંધાયેલી ૮૧ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે સિરીઝની પાંચમી અને અંતિમ વન-ડેમાં પણ ઓસ્ટ્રેલિયાને એક વિકેટે પરાજય આપી પાંચ મેચની સિરીઝ ૫-૦થી જીતી લીધી છે.
અંતિમ મેચમાં લાજ બચાવવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૪.૪ ઓવરમાં ૨૦૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ટીમ હેડે સર્વાધિક ૫૬ રન બનાવ્યા હતા જ્યારે ડાર્શી શોર્ટે અણનમ ૪૭ રન અને કરને ૪૪ રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ ચાર વિકેટ ઝડપી હતી.
૨૦૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત ઘણી નબળી રહેતાં ૫૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. મોઇન અલી અને બટલર ૩૬ રન જોડયા હતા જ્યારે સેમ કરન અને બટલરે ૨૮ રન જોડી ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચડયો હતો. ઇંગ્લેન્ડનો સ્કોર ૧૧૪ રન થયો ત્યારે રિચર્ડસને કરન અને પ્લંકેટને આઉટ કરી ઇંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ઓસ્ટ્રેલિયા અંતિમ મેચમાં જીતની નજીક પહોંચી ગઈ હતી. જોકે આ સમયે બટલરે રશીદ સાથે મળી ૮૧ રનની ભાગીદારી નોંધાવી ઇંગ્લેન્ડને ફરી જીતની આશા જગાવી હતી. જીત માટે ૧૧ રન બાકી હતા ત્યારે રશીદ આઉટ થયો હતો. આ સમયે બટલરે જેક બોલ સાથે મળી ૪૮.૩ ઓવરમાં વિજય અપાવ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter