પાક. ક્રિકેટર ખાલીદ લતીફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ

Friday 29th September 2017 08:50 EDT
 
 

લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ સુપર લીગ ટ્વેન્ટી૨૦માં ફિક્સિંગ કરવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ખાલીદ લતીફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એન્ટી કરપ્શન ટ્રિબ્યુનલે ઉંડાણપૂર્વકની તપાસ બાદ લતીફ પર પ્રતિબંધ ઉપરાંત ૧૦ લાખ રૂપિયાના દંડની સજા પણ ફટકારી હતી. ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે ગત મહિને જ ખાલીદ લતીફના સાથી ક્રિકેટર શર્જિલ ખાન પર પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ પ્રતિબંધ સાથે જ ૩૧ વર્ષના ખાલીદ લતીફની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાય છે. તે પાકિસ્તાન તરફથી પાંચ વન-ડે અને ૧૩ ટ્વેન્ટી-૨૦ રમ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter