બટલર અને સ્ટોક્સ આઇપીએલ છોડી સ્વદેશ પરત

Tuesday 22nd May 2018 10:16 EDT
 
 

નવી દિલ્હીઃ આઈપીએલ-૧૧માં રાજસ્થાન રોયલ્સ માટે પ્લેઓફમાં પ્રવેશવા માટે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે ફોર્મમાં રહેલા બેટ્સમેન જોશ બટલર અને બેન સ્ટોક્સ ટીમનો સાથ છોડી સ્વદેશ પરત ર્યા છે. બંને ખેલાડી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ સાથે જોડાયા છે. બંનેને ૨૪ મેથી પાકિસ્તાન સામે શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ કરાયા છે.
આ સિઝનમાં સૌથી ઊંચી કિંમતે ખરીદાયેલો બેન સ્ટોક્સ અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યો નથી. તેણે ૧૩ મેચમાં ૧૯૬ રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં પણ નિરાશાજનક દેખાવ કરતાં ૧૩ મેચમાં આઠ વિકેટ જ ઝડપી શક્યો છે. બીજી તરફ જોશ બટલરનું આઇપીએલ છોડીને પરત જવાનું ટીમ માટે મોટા ફટકા સમાન છે. તેણે આ સિઝનમાં ૧૩ મેચમાં કુલ ૫૩૮ રન બનાવ્યા હતા જેમાં સતત પાંચ અર્ધી સદી પણ સામેલ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter