ભારતપ્રવાસ માટે નવ ખેલાડીના નામ જાહેર કરતું ન્યૂઝીલેન્ડ

Wednesday 27th September 2017 09:01 EDT
 
 

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડે આવતા મહિને ભારતમાં રમાનારી ત્રણ વન-ડેની સિરીઝ માટે નવ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે જ્યારે બાકીના છ ખેલાડી હાલ ભારતમાં રમતી ન્યૂઝીલેન્ડ-એ ટીમમાંથી પસંદ કરાશે. ગયા જૂનમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં નિષ્ફળ રહેલા ઓલરાઉન્ડર જેમ્સ નીશમ અને બેટ્સેન નીલ બ્રૂમને ટીમની બહાર કરી દેવાયા છે. કોચ માઇક હેસને કહ્યું કે, જે નવ ખેલાડીઓને પસંદ કરાયા છે તેઓ છેલ્લા કેટલાક સમયથી ટીમના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ રહ્યા છે અને તમામને ભારતમાં રમવાનો અનુભવ છે. અમારા ઘણા ખેલાડી અગાઉ ભારતમાં રમી ચૂક્યા છે. જે છ ખેલાડીના નામ બાકી છે તે ન્યૂઝીલેન્ડ-એ ટીમના ખેલાડીને પ્રેરિત કરવામાં અને તેમને સર્વશ્રેષ્ઠ દેખાવ માટે પ્રોત્સાહિત કરશે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારતપ્રવાસમાં ત્રણ વન-ડે મેચ રમશે. જેની શરૂઆત ૨૨ ઓક્ટોબરથી થશે. આ પછી ત્રણ ટી-૨૦ મેચની સિરીઝ પણ યોજાનાર છે.
ટીમના નવ ખેલાડીઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, કોલિન ડી ગ્રાન્ડહોમ, માર્ટિન ગપ્તિલ, ટોમ લાથમ, એડમ મિલ્ને, મિશેલ સેટનર, ટીમ સાઉથી અને રોસ ટેલર


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter