ભારતીય ટીમ ૧૫ દિવસના બ્રેક બાદ વેસ્ટ ઇંડીઝ સામે રમશે

Sunday 21st July 2019 05:30 EDT
 
 

માંચેસ્ટરઃ ન્યૂઝીલેન્ડ સામેના પરાજય સાથે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ ૧૫ દિવસના બ્રેક બાદ મેદાનમાં પાછી ફરશે. કેટલાક ખેલાડીઓ સીધા તેમના ઘેર રવાના થયા છે તો કેટલાક ઈંગ્લેન્ડમાં રોકાયા છે. ઉલ્લેખનીય છે કે ૨૦ મેથી ભારતના ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં છે. તે અગાઉ આઈપીએલમાં દોઢ મહિનાથી વધુ વ્યસ્ત હતા. ૧૫ દિવસના બ્રેક પછી ફરી ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇંડિઝના પ્રવાસે જવા તૈયાર થશે. ભારત ૩થી ૮ ઓગસ્ટ વચ્ચે વેસ્ટ ઇંડિઝ સામે ત્રણ ટી-૨૦ રમશે. આ પછી ૮થી ૧૪ ઓગસ્ટ વન-ડે શ્રેણી રમાશે. ૨૨ ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટ અને ૩ સપ્ટેમ્બરથી બીજી ટેસ્ટ મેચ રમાશે.
ભારત સામેની ટેસ્ટ શ્રેણી બાદ ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થવાનો છે.

ટીમ ઇંડિયાનો વેસ્ટ ઈંડીઝ પ્રવાસ

ઓગસ્ટ - પ્રથમ ટી૨૦ ફ્લોરિડા
ઓગસ્ટ - બીજી ટી૨૦ ફ્લોરિડા
૬ ઓગસ્ટ - ત્રીજી ટી૨૦ ગુયાના
ઓગસ્ટ - પ્રથમ વન-ડે ગુયાના
૧૧ ઓગસ્ટ - બીજી વન-ડે ટ્રીનીદાદ
૧૪ ઓગસ્ટ - ત્રીજી વન-ડે ટ્રીનીદાદ
૨૨-૨૬ ઓગસ્ટ - પ્રથમ ટેસ્ટ એન્ટિગા
૩૦-૩ સપ્ટેમ્બર - બીજી ટેસ્ટ જમૈકા


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter