ભારત સામેની ટેસ્ટ માટે ટીમ જાહેર કરતું સાઉથ આફ્રિકા

Wednesday 03rd January 2018 11:32 EST
 

કેપટાઉનઃ સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે પાંચ જાન્યુઆરીથી ભારત સામે શરૂ થઇ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ૧૫ ખેલાડીની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટ કેપટાઉનમાં રમાવાની છે. આ ટેસ્ટ મેચ માટે સાઉથ આફ્રિકાએ ટીમમાં ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને બેટ્સમેન એબી ડી વિલિયર્સને સામેલ કર્યા છે. બંને ખેલાડીઓ ઇજા બાદ લાંબા સમયે ટીમમાં પરત ફર્યા છે.
આ ઉપરાંત ઓલરાઉન્ડર ક્રિસ મોરીસ પણ ઇજા બાદ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ડુ પ્લેસિસ એબી ડી વિલિયર્સ પાસેથી કેપ્ટનશિપ પરત મેળવશે. સ્પિનરોમાં કેશવ મહારાજનો સમાવેશ કર્યો છે કે જેણે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચમાં બીજા દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી.
સાઉથ આફ્રિકાની ટીમ: ડુ પ્લેસિસ (કેપ્ટન), હાશિમ અમલા, ટેમ્બા બવુમા, ક્વિન્ટન ડી કોક, ડી બ્રુઇન, ડી વિલિયર્સ, ડીન એલ્ગર, કેશવ મહારાજ, માર્કરામ, મોર્ને મોર્કેલ, ક્રિસ મોરીસ, ફેલુકવાયો, વેર્નોન ફિલાન્ડર, કાગિસો રબાદા અને ડેલ સ્ટેન.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter