મુંબઇ ઇંડિયન્સ મુશ્કેલીમાંઃ ઇજાગ્રસ્ત ફિન્ચ આઈપીએલમાંથી આઉટ

Saturday 25th April 2015 07:19 EDT
 
 

ઇજાગ્રસ્ત ફિન્ચ આઈપીએલમાંથી આઉટ
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાની ટ્વેન્ટી૨૦ ટીમના કેપ્ટન અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા એરોન ફિન્ચને ઘૂંટણમાં ઇજા થવાને કારણે આઈપીએલ સિઝન-આઠને અધવચ્ચે છોડવી પડી છે. ફિન્ચ ગત ૧૪મી એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં બેટિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. તપાસમાં જણાયું હતું કે તેની ઘૂંટણની નસ ફાટી ગઇ હતી. આ પછી તેનું ઓપરેશન કરાયું હતું. ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી હોવાથી આગામી ૧૨ અઠવાડિયા સુધી મેદાન પર પરત ફરી શકે તેવી શક્યતા નથી. મુંબઇ ઇંડિયન્સનો દેખાવ આમ આ સિઝનમાં સાવ નબળો છે, અને હવે ફિન્ચ જેવો મહત્ત્વનો ઓલરાઉન્ડર ઇજાના કારણે ટીમમાંથી ખસી જતાં ટીમ મેનેજમેન્ટમાં ચિંતાની લાગણી પ્રસરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter