લાંચ લેનારા ફૂટબોલ રેફરી પર આજીવન પ્રતિબંધ

Friday 25th May 2018 10:36 EDT
 
 

રિયાધઃ સાઉદી અરેબિયા ફૂટબોલ ફાઉન્ડેશને લાંચ લેનારા રેફરી ફહદ અલ મિદરાસીને સસ્પેન્ડ કરી નાખ્યો છે. ફેડરેશનના અધ્યક્ષ હમદ અલ સન્યાહે જણાવ્યું કે, ફહદે એક મેચમાં એક ટીમની મદદ કરવાના બદલામાં નાણાં માગ્યા હતા. આથી તેમના પર આજીવન પ્રતિબંધ લગાવ્યો છે. ફહદની ગણતરી દુનિયાના ટોચના રેફરીમાં થાય છે. તે ‘ફીફા’ વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા ૩૬ રેફરીના લિસ્ટમાં પણ હતો. સાઉદી આરબે ‘ફીફા’ને તેના લિસ્ટમાંથી ફહદનું નામ દૂર કરવા પણ જણાવ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter