પેરિસ,ગાબોરોનઃ બોટ્સવાનાના 21 વર્ષીય દોડવીર લેટ્સિલે ટેબોગોએ આફ્રિકાના મહાન ખેલાડીઓમાં પોતાનું નામ સામેલ કર્યું છે. ટેબોગોએ પેરિસ ઓલિમ્પિકમાં પુરુષો માટે 200 મીટરની દોડ માત્ર 19.46 સેકન્ડ્સમાં પૂર્ણ કરી આફ્રિકા માટે આ અંતરની દોડમાં સૌપ્રથમ ટાઈટલ હાંસલ કર્યું છે. તેણે અમેરિકન દોડવીરો કેમી બેડનારેક અને નોઆહ લાયલ્સને અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને ધકેલ્યા હતા.
ઓલિમ્પિક ગેમ્સમાં 200 મીટરની દોડસ્પર્ધાનો સમાવેશ વર્ષ 1900થી કરવામાં આવ્યો હતો. આ પછી, યુએસએમાંથી સૌથી વધુ 17 અને જમૈકાના ચાર વિજેતાઓ થયા છે. જમૈકાના યુસૈન બોલ્ટે ગોલ્ડની હેટ્રિક નોંધાવેલી છે.