વન-ડેમાં માલ્યા અને ગાવસ્કર મળ્યા?

Monday 05th June 2017 09:49 EDT
 
 

બર્મિંગહામઃ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત અને પાકિસ્તાન વચ્ચે બર્મિંગહામમાં રમાયેલી સૌપ્રથમ મેચમાં વિજય માલ્યા સ્ટેડિયમમાં હાજર હોવાની તસવીરો ટ્વીટર પર વહેતી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં બેન્કોનું રૂ. ૯ હજાર કરોડનું ફુલેકું ફેરવીને ભાગી ગયેલો માલ્યા હાલ બ્રિટનમાં શાહી જીવન જીવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વિજય માલ્યા ભારતના લેજન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કર સાથે વાતચીત કરતો હોય તેવી પણ એક તસવીર પણ વાઈરલ થઈ હતી. રસપ્રદ બાબત એ હતી કે, વિજય માલ્યાએ ગળામાં સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવા માટેનું વિશેષ ઓળખપત્ર પણ પહેરેલું જોઈ શકાય છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter