શમીની કારને અકસ્માતઃ માથમાં ઇજા

Monday 26th March 2018 12:54 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઝડપી ગોલંદાજ મહમદ શમી રવિવારે એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. શમી કારમાં દેહરાદૂનથી દિલ્હી આવી રહ્યો હતો ત્યારે તેજ રફ્તારથી જઈ રહેલી ટ્રકે તેમની કારને ટક્કર મારી દેતાં તેમના માથે ઇજા પહોંચી હતી અને તેને ટાંકા આવ્યા છે. શમી બે દિવસીય તાલીમ માટે દેહરાદૂન ખાતે અભિમન્યુ ક્રિકેટ અકાદમી ગયો હતો. બંગાળ અને ઈન્ડિયા-એ ટીમના ખેલાડી અભિમન્યુ ઈશ્વરનના પિતા આ અકાદમી ચલાવે છે. બીસીસીઆઈ તરફથી કોન્ટ્રાક્ટ મળ્યા પછી શમી પ્રેક્ટિસ માટે દેહરાદૂન આવ્યો હતો. શમીએ જણાવ્યું હતું કે તાલીમ લીધા પછી દિલ્હી પાછા ફરતો હતો ત્યારે પાછળથી તેજ રફ્તારથી આવેલી ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. શમી છેલ્લા કેટલાક દિવસોથી તેની પત્ની સાથેના પારિવારિક વિખવાદના કારણે સમાચારમાં છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter