શરણાઇ ગુંજશેઃ આથિયા-રાહુલના લગ્નબંધને બંધાશે

Friday 20th January 2023 05:11 EST
 
 

સુનિલ શેટ્ટીની અભિનેત્રી પુત્રી આથિયા અને યુવા ક્રિકેટર કે.એલ. રાહુલ 23 જાન્યુઆરીએ લગ્નબંધને બંધાઇ રહ્યા હોવાના અહેવાલ છે. બન્નેમાંથી કોઇ પણ પરિવારે તો આ અંગેની કોઇ પણ વિગતો જહેર કરી નથી, પરંતુ ક્યારે કયા પ્રસંગો છે તથા તેમાં કોને કોને આમંત્રણ છે તેની વિગતો ફરતી થઈ છે. અહેવાલ અનુસાર આથિયાના લગ્ન પિતા સુનિલ શેટ્ટીના ખંડાલાસ્થિત બંગલોમાં થવાના છે. લગ્ન 23 જાન્યુઆરીએ થશે અને તેમના લગ્નની સેરેમની ત્રણ દિવસ સુધી ચાલશે. 21 અને 22 જાન્યુઆરીએ હલદી, મહેંદી અને સંગીત સેરેમની યોજાશે, અને 23મીએ નવદંપતી સપ્તપદીના ફેરા ફરશે.
લગ્નમાં રાહુલ અને આથિયાના પરિવારજનો, નજીકના સંબંધીઓ અને બોલીવૂડ તેમજ ક્રિકેટની સેલિબ્રિટીઓ હાજરી આપશે. આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં બોલીવૂડમાંથી સલમાન ખાન, જેકી શ્રોફ, અક્ષય કુમાર જેવા નામોને આમંત્રણ મળ્યાની ચર્ચા છે. જ્યારે ક્રિકેટજગતમાંથી વિરાટ કોહલી
અને મહેન્દ્ર સિંહ ધોનીને આમંત્રણ અપાયાનું કહેવાય છે. હાલમાં જ એક પ્રખ્યાત વેડિંગ પ્લાનર તેમની ટીમ સાથે સુનિલ શેટ્ટીના ખંડાલા બંગલો પર ગયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter