શાહરુખની પાર્ટીમાં સ્ટારની પત્નીઓએ વ્હાઇટ પાઉડર લીધો હતોઃ શર્લિન

Wednesday 13th October 2021 07:04 EDT
 
 

શાહરુખ-પુત્ર આર્યનની ડ્રગ્સ કેસમાં ધરપકડે બોલિવૂડમાં હલચલ મચાવી છે. ઘણા ફિલ્મ કલાકારોએ આર્યન પ્રત્યે સહાનુભૂતિ દાખવી છે ત્યારે અભિનેત્રી શર્લિન ચોપરાએ નશીલા પદાર્થોના સેવન અંગે નવો જ દાવો કરીને સનસનાટી સર્જી છે. શર્લિને સોશિયલ મીડિયા પર તેના એક જૂના ઇંટરવ્યુનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે શાહરુખ ખાનની માલિકીની આઇપીએલ ટીમ કેકેઆર (કોલકતા નાઇટ રાઇડર્સ)ની એક પાર્ટીનો ઉલ્લેખ કરતાં નજરે પડે છે. આ વીડિયો તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો સાથે એક ટ્વિટ કરતાં લખ્યું છે કે શાહરુખની કેકેઆર વાળી પાર્ટી વિશે મેં ગયા વર્ષે આ ઇન્ટરવ્યુ આપ્યો હતો. વીડિયોમાં શર્લિન કહે છે કે ડાન્સ કરતાં-કરતાં હું જ્યારે થાકી ગઇ અને પરસેવો થવા માંડયો ત્યારે હું અહીંના એક વોશરૂમમાં ગઇ હતી. જેવો મેં દરવાજો ખોલ્યો કે ત્યાં મે જે દ્રશ્ય જોયું તેણે મને અચંબિત કરી દીધી હતી. હું વિચારમાં પડી ગઇ કે હું કોઇ ખોટી જગ્યાએ તો આવી ગઇ નથી ને?! કારણ કે અહીં સ્ટાર પત્નીઓ અરીસા સામે ઉભી રહીને વાઇટ પાવડરનું સેવન કરી રહી હતી. અચાનક આવું દ્રશ્ય જોઇને હું સ્તબ્ધ થઇ ગઇ. મેં તેમને સ્માઇલ આપ્યું અને ઇગ્નોર કરી દીધા હતા. મેં જોયું કે તમામ પોતપોતાના હિસાબે ‘ચિલ’ કરી રહી હતી. ત્યારબાદ શાહરુખ સહિત તમામને મળીને હું નીકળી ગઇ હતી. જોકે, ત્યારે મને સમજાયું કે બોલિવુડમાં કયા પ્રકારની પાર્ટીઓ યોજાય છે. શર્લિનનો આ વીડિયો હવે મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter